Love Letter – પ્રેમપત્ર

પ્રિય સમીર,

તારી જોડે બે મહિના ફર્યા પછી મારી લાગણીઓ મા મે એક અનોખી સુગંધ અનુભવી છે. મને નથી ખબર કે આ પ્રેમપત્ર છે કે નહી, પણ આ શબ્દો મારા દિલરૂપી કલમ થી લખાઈ રહ્યા છે. મે જ્યારે મારા હૈયા ને પ્રશ્ન પુંછ્યો કે “શું આ ઉર્મિઓ એકતરફી છે?” ત્યારે મારા હૈયાએ હસી ને જવાબ આપ્યો “ના”.

કારણકે મે પણ તારા પ્રેમની લાગણીઓ ને મારા હ્રદયમા પ્રવેશતા અનુંભવી છે. એવું લાગી રહ્યું છે કે કોઈ મુસાફીરને ઘણું ભટક્યા પછી કોઈ સાચો રસ્તો મળી ગયો હોય અને ઘણા વર્ષોથી ઉજ્જડ રહેલી જમીન પર આજે મુંશળધાર વરસાદ પડ્યો હોય. હવે મારા દિલની બસ એક જ તમન્ના છે કે જે નીલું આકાશ અને સુર્યાસ્ત આપણે અત્યાર સુંધી અલગ અલગ જોયા છે, તે કોઈ સુંદર સમુદ્રના કિનારે એકબીજાનો હાથ પકડીને નિહાળીયે.

હુ મારા પ્રત્યેક રોમમા તારા પ્રેમની લાગણીઓ નો વસવાટ થયેલો છે તેમજ આપણા પ્રેમની નદીઓ મળીને એક પ્રેમ ના સાગર મા ભળી જાય તેવું માનીને કંઇક લખું છુ.

“હુ તને દિલથી પ્રેમ કરૂ છુ”

ફ્કત તારો જ,
અનિલ

Rain in the summer – ઉનાળા મા વરસાદ

હજી તો ટ્રેન અમદાવાદથી નડિયાદ પણ નહતી પહોંચી ને રવિ કંટાળી ગયો. તે વિચારવા લાગ્યો કે બેંગલોર ક્યારે આવશે? એકલો? ૩૨ કલાક?

સૌથી પહેલા આણંદ સ્ટેશન પર રવિએ તેને બારી માથી જોયી. બે મિનીટ પછી બીજી વાર તે તેની સામેની જ સીટ પર આવી ને સામાન ગોઠવવા લાગી.

બંને એ એકબીજા સામે જોઈને આછાં સ્મિત ની આપલે કરી.

ત્યારે રવિ ના વિચારોનું સમીકરણ એકદમ જ બદલાઈ ગયું. “બેંગલોર ક્યારેય ન આવે…”

બસ પછી તો સારામા સારું અંગ્રેજી પુસ્તક કાઢી ને વાંચવા લાગ્યો. બેસવાની સ્થિતી અને મોઢાના હાવભાવ પણ એવી રીતે બદલાઈ ગયા કે જાણે ઉનાળામા વરસાદ પડ્યો હોય. ટ્રેનની આજુંબાજુ ખેતરો છે, ખબર છે કે ટાવર નથી પકડાવાનો તોય બે વખત તો પોતાનો Nokia 95 કાઢી ને મચેડ્યો.

ચલો આ બધુ તો બરાબર છે પણ હવે મહત્વ નો મુદ્દો એ છે કે વાત કઈ રીતે ચાલું કરવી? તે વિચારતો હતો ત્યાજ તેણીએ ઉધરસ ખાધી.

“બોયફ્રેંડ યાદ કરતો લાગે છે” રવિએ ધીમેથી ખોટુ હસતા હસતા પુછી લીધું.

“તમને કેવી રીતે ખબર પડી?” સામેથી જવાબ આવ્યો.

બરોડા આવ્યું. ટાવર પકડાયો, તોય રવિ નો મોબાઈલ સ્વિચ-ઓફ, અંગ્રેજી પુસ્તક બંધ, વરસાદ ગયો ને હવે તડકો કે મારું કામ.

Pizza Lover – પિટ્ઝા પ્રેમી 

“રાહુલ તને ખબર છે કે તારા જન્ક-ફુડ ખાવા ની આદત થી મે હંમેશા નારાજગી દર્શાવી છે, છતા તું આ વાત પર ધ્યાન નથી આપતો.” પુજા પોતાના ગુસ્સાની ચરણ સીમા પર પહોંચી ચુકી હતી.

“ડાર્લિગ એવુ નથી. હુ સમજુ છુ કે આપણા બંન્નેની ખાવાની પસંદગી તદ્દન અલગ છે પણ એક પિટ્ઝા માટે…”

“દોઢ વરસ. લગન પછી એક અઠવાડિયું એવુ નથી ગયુ કે તે પિટ્ઝા ન ખાધો હોય. અને…”

“ઓકે, તને એવુ નથી લાગતુ કે એક બહુજ સામાન્ય અને નાની વાત ને તુ બહુ મોટુ સ્વરૂપ આપી રહી છે?”

“રાહુલ તુ કદાચ વાકેફ નહી હોય પણ આજ નાની અને સામાન્ય વાત આપણા બંન્ને વચ્ચેનું અંતર વધારી રહી છે. અને સવાલ એકલા પિટ્ઝા નો નથી. પણ મે અનુભવ્યું છે કે તુ મારી પસંદગીઓ ભુલતો જાય છે. In fact, તુ સંપુર્ણ રીતે ભુલી ગયો છે.”

“મારી વાત…”

“પ્લીઝ. મારે હવે વધારે કોઈ જ ચર્ચા નથી કરવી. અને મારે ખાવું પણ નથી”

આટલું બોલી ને પુજા પોતાના રૂમમા જઈને બારણું પછાડી ને બંધ કરી દે છે.

પુજાની આવી પ્રતિક્રિયા જોઈ ને રાહુલને બે પ્રશ્નો પોતાની જાતને પુછવાનુ મન થાય છે.

“શુ દરેક ભારતીય યુવાનો જે અમેરિકામા જનમ્યા છે, તેની આવીજ દશા હશે?”

“શુ મે ડોક્ટર જોડે લગન કરી ને બહુ મોટી ભુલ તો નથી કરી નાખીને?”

જે હશે તે, પણ હવે તે વિચારોના વમળો મા ડુંબવા લાગ્યો. શું મારે ખાવાના શોખનું બલિદાન આપવું પડશે કે આજે કયો નુંસખો અજમાવું ને પુજા ને હંમેશા ની જેમ  મનાવી લઉ?

તેને સમજાતું નહ્તું કે કેમ તેનું હ્રદય ભારે થતુ જતું હતું. છેવટે તે પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કરે છે અને સામેથી અવાજ આવે છે…

Pizza-hut How may I help you?”

One large Cheese Veggie  pizza with pineapple please.” રાહુલ ના હ્રદય પરથી બહુ મોટો ભાર ઉતરી જાય છે.

-

P.S – Inspiration: The people of America eat around 350 slices of pizza each second, or 90 to 100 acres per day. Source

The End – અંત

પ્રેમી ની બંદુક નો નિશાનો શત્રુ પર, અડ્ધો મીટર દૂર ઉભા રહેલા શત્રુ નો નિશાનો તેના કબજે કરેલી પ્રેમીકા પર. પરિસ્થિતિ

એવી છે કે દુશ્મન નુ મૃત્યુ પ્રેમીકા ના મરણ નુ કારણ બની શકે છે. જ્યારે બીજી બાજુ, દુશ્મન નુ જીવન પ્રેમીકા ના પ્રાણ ને સુરક્ષિત પણ નહિ રાખે.”


“હવે જો એક ડગલું આગળ ભર્યું, તો હુ ગોળી મારી દઈશ.” ચેતાવણી સાંભળી ને પ્રેમી ત્યા જ ઉભો રહી જાય છે.


હવે શું થશે? આ વાર્તા નો  અંત કઈ રીતે લખવો?


વિચારો ની ક્રિયા ઉભી રહી જવાથી આદિત્ય તેની વાર્તા લખવાનું બંધ કરે છે. ચા બનાવી ને બારી આગળ ઉભો રહીને સવાર

પડવાની રાહ જોવા લાગે છે. પણ બહાર નુ આછું અંધારું તેને ગરમ ચા ભૂલાવી ને ભુતકાળ યાદ કરાવે છે. સાત અઠ્વાડિયા પહેલા જ્યારે સમાચાર મળ્યા કે પ્રિયા ને મગજ ની ગાંઠ છે, ત્યારે આભ તુટી પડ્યુ હતુ.

પ્રિયા અસ્પતાલ મા તેના જીવન માટે લડી રહી હતી. પણ આદિત્ય ને તેની રાતો ની મહેનત અને વાર્તા પર ખુબજ વિશ્વાસ હતો કે તે એવો અંત લખશે કે કોઈ પણ નિર્દેશક તેને મો માંગ્યા રૂપિયા આપશે.

ટેલિફોન ની ઘંટડી થી આદિત્યને ભાન થાય છે કે ચા ઠંડી થઈ ચુકી હતી.


અસ્પતાલ થી આવેલા ફોન મા આદિત્યએ પહેલી દસ સેકન્ડ મા કંઈક સાંભ્ળ્યુ અને ફોન હાથ માથી છટકી ને જમીન પર પડે છે.

તે ટેબલ તરફ જઈને લખવાની શરૂઆત કરે છે.


“પ્રેમી ના એક ડગલા થી દુશ્મન ની ગોળી પ્રેમીકા ની આરપાર થઈ જાય છે. હારેલો પ્રેમી ભાગતા શત્રુને કોઈ જ પ્રતિક્રિયા નથી

આપતો. પ્રેમીકા નું માથુ પોતાના ખોળામા મુકી ને તેની આંખ બંધ કરે છે. પ્રેમી ના

ડાબા હાથની પિસ્તોલ ધીમે ધીમે તેના મસ્તક તરફ આવે છે…”


જ્યારે આદિત્ય ના જમણા હાથની કલમ ધીમે ધીમે એક શબ્દ લખવા જઈ રહી છે.


“સમાપ્ત”


Follow

Get every new post delivered to your Inbox.