The Return – વળતર

Bombay 1989

પુનમચંદ શેઠ ની મસ્ટાંગ ફોર્ડ જ્યારે સિગ્નલ પાસે આવીને ઉભી રહી, ત્યારે જ એક લધર-વધર અવસ્થા ના કિશોરે કાચ પર ટકોરો કરયો.

“સાલાઓ ને ભીખ માંગ્યા સિવાય કોઈ ધંધો જ નથી આવડતો. એમ નહિ કે ભણીયે. કામ કરીયે” શેઠે ડ્રાઈવરને સંભળાવતા કહ્યું.

“શેઠ આ લોકોનું કામ જ આવું છે. બસ મફતનું રળી ખાવાનું” ડ્રાઈવરે કહ્યું.

બીજા ત્રણ ટકોરા વાગતા કાચ થોડો ગંદો થયો ને શેઠનો પિત્તો ગયો. ગુસ્સામા કાચ ખોલી ને કંઈ પુછ્યા વગર શેઠે કિશોરને ફ્રેરવીને એક તમાચો ચોડી દીધો.

સિગ્નલ ગ્રીન થતા ગાડી જતી રહી અને કિશોર રસ્તા વચ્ચે ભીની આંખે ઉભો રહ્યો.

Mumbai 1995

પુનમચંદ શેઠ ની મર્સીડિઝ-બેન્ઝ જ્યારે સિગ્નલ પાસે આવીને ઉભી રહી, એટલા મા જ એક યુવાને આવી ને પોતાની બંદુકથી બારીના કાચ ઉપર ગોળી મારી . કાચને વીંધતી ગોળી શેઠની આરપાર થતા જોઈ ડ્રાઈવર ભાગી જાય છે.

પણ થોડી ક્ષણો પછી યુવાનને કંઈક યાદ આવે છે અને તેના હાથમાથી બંદુક નીચે પડી જાય છે.

છેલ્લી શ્વાસો લેતા શેઠનું માથું પોતાના ખોળામા મુકીને રોવા લાગે છે.

“શેઠ મને ઓળખ્યો? હુ તે જ છોકરો, જેને તમે આજથી લગભગ છ વરસ પહેલા, આ જ સિગ્નલ પર કંઈજ પુછ્યા વગર લાફો માર્યો હતો”

“દિકરા, કેમ આ ખરાબ રસ્તા પર?” શેઠ બોલી શકવાની સ્થિતીમા નહતા.

“એકવાર શેઠ, એકવાર પુછી લીધુ હોત કે મારે શું કામ હતુ. મા-બાપ ન હોવા છતા ચા ની લારીએ દિવસ-રાત કામ કરીને ૧૨ સાયન્સમા ૯૨% સાથે પાસ થયો. મેડિકલ મા એડમીશન પણ મળી ગયું હતું. હુ તો ફકત પહેલા સેમિસ્ટરની ફી માંગવા આવ્યો હતો”

શેઠ ની આંખોમા જે આંસુઓની ધારા વહી રહી હતી તેમા ફક્ત પસ્તાવો હતો.

“…અને હુ ભણી તો ન શક્યો પણ આ ભાઈગીરી ના ધંધામા લોકોની સુપારી કરવા લાગ્યો. મને નહતી ખબર કે તમારા એક તમાચાનું વળતર તમે આ રીતે ચૂકવશો”

આ વખતે ગ્રીન સિગ્નલ થતા યુવાન જતો રહે છે અને ગાડી મા રહેલા શેઠની ભીની આંખો બંધ હોય છે.

The Return – વળતર

Happy Father’s Day – હેપ્પી ફાધર્સ ડે

તેજસને વિશ્વાસ નહતો આવતો કે ફાધર્સ ડે ના દિવસે તે તેના પિતાને ઘરડા ઘર મુકવા આવ્યો છે. જીવને કેવા સંજોગો સર્જ્યા કે
આવી પરિસ્થિતિ ઉભી થઈ?

તેજસ વૃધ્ધાશ્રમથી થોડી આગળ રસ્તા પર પાર્ક કરે છે અને તેના પપ્પાની સામે જુએ છે. બંન્નેની ભીની આંખોમા કોઈજ પ્રકારની સ્પષ્ટતા નહતી.

હતી, તો ફકત મજબુરી .

“પપ્પા તમે થોડી વાર બેસો. હુ અંદર પુછપરછ કરીને આવું છુ”

સામેથી કોઈજ પ્રતિભાવ નથી આવતો. તેજસ ગાડીનો દરવાજો બંધ કરીને ઘરડા ઘર તરફ પ્રયાણ કરે છે. ઘરડા ઘર નો તે રસ્તો તેને સંસ્કૃતના ત્રણ શબ્દોનો બળાત્કાર અને પછી ખુન કરાવશે – પિતૃ દેવો ભવઃ

“લે બેટા તુ આવી ગયો?”

એક વ્રુધ્ધ ડોસો, જે ઘરડા ઘરની બહારના બસ સ્ટેશને ઉભો હતો, તેણે તેજસને હસતા હ્સતા કહ્યું.

“માફ કરજો વડીલ. કદાચ તમે મને ઓળખવામા ભુલ કરી છે.”

“અરે હા. તારા જેવોજ મારો દિકરો છે. ખરેખર ઓળખવામા ભુલ કરી.”

તેજસનો મુડ પહેલેથી ઓફ હતો. તેણે વ્રુધ્ધની વાત પર ધ્યાન ન આપતા આગળ ચાલવા મંડ્યો. એટલા મા જ ડોસો તેનો હાથ પકડી લે છે. તેજસ એક ક્ષણ માટે ચોંકી જાય છે.

ડોસો પોતાના ખીસા માથી કેટબરી કાઢી તેજસને આપતા કહે છે “બેટા, દર રવિવારે એક પાંચ રૂપિયાની ચોકલેટ લઈને આ બસ સ્ટેશને મારા દિકરાની રાહ જોઉ છુ. વરસો વીતી ગયા પણ હજી સુધી ન આવ્યો. મને મુકીને ગયો એ ગયો….”

“વડીલ. પ્લીઝ. હુ સમજુ છું પણ મને થોડુ કામ છે. મારે જવું પડ્શે.”

“બેટા, જતો રહેજે. બસ આ ચોકલેટ લઈ લે. હુ એમ સમજીસ કે આજે મારી વરસોની વાટ નો અંત આવ્યો.”

તેજસ કંઈ બોલ્યા વગર કેટબરી પોતાના કોર્ટના ખીસામા મુકીને જતો રહે છે.

વૃધ્ધાશ્રમ ની અંદર, તેજસ જ્યારે પુછ્પરછ કરતો હોય છે ત્યારે રીસેપ્શનની પાછળના થોડા ફોટાઓ મા એક ડોસાને જુએ છે.

તેજસે કારકુનને પુછ્તા કહ્યુ કે “આ વ્રુધ્ધ તો બહાર બસ સ્ટેશને ઉભા છે તો કેમ આ ફોટો?”

“શુ વાત કરો છો સાહેબ? આમને તો ગુજરી ગયાને ત્રણ વરસ થઈ ગયા” કારકુને કહ્યું.

તેજસના રુવાંટા ઉભા થઈ ગયા.

તે દોડતો બહાર આવીને જુએ છે પણ બસ સ્ટેશને કોઈ નથી હોતું. પોતાના કોર્ટના ખીસામા હાથ નાખે છે તો કેટબરી પણ નથી હોતી.

ધીમે ધીમે તેજસ પોતાની ગાડી તરફ જાય છે. દરવાજો બંધ કરીને ગાડી ઘર તરફ વાળે છે. પછીના લાલ સિગ્નલ પર જ્યારે ગાડી ઉભી રહી ત્યારે તેજસ તેના પિતાને ભેટીને ત્રણ અંગ્રેજી શબ્દો કહ્યા –

હેપ્પી ફાધર્સ ડે….

p.s – This is a true incident my father told to me except that the old man was alive. During 80s, when my father was waiting for bus, he met an old man, who shared his emotions with Cadbury. So far, his son never returned to visit him. I would like to dedicate this piece of micro fiction to that old man.

Happy Father’s Day – હેપ્પી ફાધર્સ ડે

The Rainbow – મેધધનુષ્ય

“મમ્મી જલ્દી બહાર આવ. જો આકાશમા કંઈક છે.”

છ વરસના ટપુએ કદાચ જીવનમા પહેલીવાર આજે મેધધનુષ્ય જોયું હશે.

“બેટા હુ કામ કરુ છુ.”

ટપુ રુમ તરફ દોટ મુકે છે. તેના પપ્પા બારી આગળ જ બેઠા હતા.

“પપ્પા પપ્પા. આકાશમા રંગબેરંગી વાદળો”

એની નિર્દોષ બુધ્ધિ, કદાચ એમ વિચારતી હશે કે પ્પાએ પણ આવું રંગબેરંગી – ચિત્ર ક્યારેય નહી જોયું હોય.

“મેધધનુષ્ય. એને મેધધનુષ્ય કહેવાય.”

“અલગ અલગ રંગો છે પપ્પા.”

“બેટા બધાજ રંગો કંઈક દર્શાવે છે. કંઈક કહે છે. કંઈક શીખડાવે છે.”

“એટલે?”

પપ્પા ટપુને ખોળામા બેસાડે છે અને બારીની બહાર આંગળી ચીંધીને સમજાવવા લાગે છે.

“જાંબલી – જીવનમા ચતુરાઈ તેમજ વિવેકવિચાર શીખાવશે આ રંગ.”

“નારંગી – હંમેશા કંઈક નવું શીખવાની આતુરતા રાખજે. નારંગી રંગ તને ઉત્સાહ અને હોંશ આપશે.”

“વાદળી – આ રંગ તારા જીવનમા વિશ્વાસ અને દ્રઢ મનોબળ લાવશે. “

“લીલો – બેટા આ રંગ વાતાવરણ માટે છે. જો દુર એક ઝાડ છે. તેનો રંગ પણ લીલો છે. જોયું? દર વર્ષે એક નવો છોડ વાવજે.”

“પીળો – આ રંગ આશાવાદી છે. તે ખુશી તેમજ ધર્મનું પ્રતીક છે. તો ક્યારેક આ રંગ માંદગી પણ સુચવે છે.”

“લાલ – આ ભભકતો રંગ ક્યારેક પ્રેમ, ઝડપ, શક્તિ તો ક્યારેક ભયજનક સ્થિતી દર્શાવે છે”

“સફેદ – શાંતિનું પ્રતીક. આપણી સંસ્કૃતિમા કોઈના મરણનું શોક જ્યારે અમેરિકા જેવા દેશોમા લગનમા પહેરે”

“કાળો – બેટા આ રંગ બહુ ઓછાને ગમતો હોય છે. તે ડર, ઉદાસી તેમજ અંધકાર સુચવે છે.”

તો આ હતા મેધધનુષ્ય ના વિવિધ રંગો. બોલ ટપુ, તને કયો રંગ ગમે છે?”

“લાલ. મારુ બુસકોટ લાલ એટલે મને લાલ રંગ ગમે”

“અરે વાહ”

“તમને કયો રંગ ગમે પપ્પા?”

“કાળો”

“પણ પપ્પા કાળો રંગ તો મેધધનુષ્યમા છે જ નહી.”

ટપુના પપ્પા અંધ  હોવાથી કઈ જવાબ નથી આપી શકતા અને કદાચ કાળો રંગ જ તેમના માટે મેનુષ્ય હશે.

p.s 1 – I had to explain the meaning of WHITE color with GRAY as the background of this blog is white.

p.s 2 – I had to explain the meaning of colors so that character TAPU can easily understand. But here’s the source.

The Rainbow – મેધધનુષ્ય

The Attack – હુમલો

Essendon Railway Station, Melbourne, 11:50 p.m

ટ્રેન પ્લેટફોર્મ પર લગભગ આવી ચુકી હતી . પણ જ્યારે નિલેશે એક છ ફુટના હટ્ટા કટ્ટા ગોરાને પોતાની તરફ આવતા જોયો, ત્યારે તે મુંઝવણમા પડી ગયો – ટિકીટ લઉ? કે જલ્દીથી ભાગીને ટ્રેન પકડુ? હજી તો ગયા અઠવાડિયે જ એક ભારતીય યુવાનને ખરાબ રીતે માર પડ્યો હતો. આટલી મોડી રાતે…

“how you goin’ mate?” ગોરાએ જોરથી બુમ પાડતા કહ્યું.

નિલેશના તુટતા વિચારો આટલું સાંભળતા જ તેના ધબકારા વધારી દે છે. તે જલ્દીથી ટ્રેનના છેલ્લા ડબ્બામા ચડી ને એકથી બીજા ડબ્બામા જવા લાગ્યો . આ બાજુ છ ફુટની કાયા ટ્રેનની અંદર તેનો ધીમે ધીમે પીછો કરવા લાગી . ગભરાહટમા નિલેશ એ પણ ભુલી રહ્યો હતો કે તે ટ્રેનમા ફકત છ ડબ્બાઓ જ હોય છે. થોડીક જ ક્ષણોમાં બંન્નેની ધીમી ગતિએ ઝડપ પકડી લીધી .

“hey you. stop. what the f***?”

હવે નિલેશને મેલ્બોર્નેની સાત ડિગ્રી ઠંડીમા પરસેવો છુટવા લાગ્યો. ગોરાએ તેની છલાંગોથી નિલેશની પકડી લીધો.

“Are you deaf? huh?” ગોરાએ નિલેશના ખિસામા હાથ નાખતા કહ્યું.

“ppleasee take my mobile, money whatever you want. please don’t. don’t hit me” નિલેશે વિનંતી કરતા કહ્યું.

“shut the f*** up man”

એટલામા ટ્રેન પછીના સ્ટેશને ઉભી રહી અને ચાર ઓફિસરો આવી ચડ્યા. આ લોકોની હાથાપાઈ જોઈને તે સામા દોડ્યા. ગોરો થોડો ગભરાઈને પાછો ભાગ્યો અને ટ્રેનમાથી ઉતરી ગયો.

“what were you guys doing?”

“nothing sir, he was…”

“where is your ticket?”

“sir actually…”

“have you got ticket or not?”

નિલેશને થયું એક મુસીબત ગઈને બીજી આવી ચડી . તેણે ઓફિસરો સામે પોતાના ખિસામા ટિકીટ શોધવાના થોડા નાટકો કર્યા. અને જિન્સના જમણા ખિસામાથી ટિકીટ નિકળી . નિલેશ પોતે આશ્ચર્ય મા પડી ગયો.

ઓફિસરો જ્યારે ટિકીટ ચેક કરતા હોય છે ત્યારે નિલેશ બારીની બહાર જુએ છે. હસતો ગોરો તેને આંખ મારે છે અને ટ્રેન ધીમે ધીમે આગળ જાય છે.

p.s 1 – In Melbourne, travelling without a ticket would cause fine upto $160.

p.s 2 – Since past two years, the number of racist attacks has been gradually increased. This little piece of fiction is my thinking for the other side of the coin.

The Attack – હુમલો

Kamasutra? – કામસુત્ર?

“હજી તારે બીજી દસ વાર કરવું પડશે.”

“મારાથી નહી થાય.”

“મારે કંઈજ નથી સાંભળવું.”

“Please try to understand. I am really tired”

“Dear, I know you can do it”

“I can’t” he said

“Do it” she shouted loudly

“પણ હુ થાકી ગયો છુ…”

“થાકી ગયો છે? હુ નહી ચલાવી લઉ.”

“મારી વાત તો…”

“No arguments. હજી સુધી તે ફકત બેઠા બેઠા જ કરયું છે. What about other five standing positions?”

“oh no…”

રાજીવ તેણીને સમજાવવા માંગતો હતો કે પોતે મશીન નથી પણ તે માની જ નહી .પરસેવાથી તેનો રેબઝેબ થયેલો લાલધુમ ચહેરો સ્પષ્ટ રીતે કહી રહ્યો હતો કે તેનામા હવે જરાય શક્તિ રહી નથી . પણ રાજીવે પોતાનું મનોબળ મક્કમ કર્યું. કારણકે તેને બીક હતી કે જો આજે તે દસ યોગાસન નહી કરે, તો ટીચર તેને સાતમા ધોરણની છેલ્લી વ્યાયામ પરીક્ષા મા નાપાસ કરશે.

p.s – If you can’t judge a restaurant by its menu, a book by its cover and a girl by her face. How about you can’t judge a story by its title 🙂

Kamasutra? – કામસુત્ર?

A Nude Photo – અશ્લીલ ફોટો

silky_sandy: asl plz

me_the_handsome: 22, m, Baroda. urs plz.

silky_sandy: 21, f, Baroda

me_the_handsome: sorry

silky_sandy: For what?

me_the_handsome: Sorry for other guys in the chat room as one girl is having conversation with me…

silky_sandy: 🙂

Yahoo Messenger પર છોકરીને કઈ રીતે પટાવી લેવી, તેનો આકાશને બે વરસનો અનુંભવ હતો. તેનું હાજર જવાબી દિમાગ અને વિનોદી વિચારો કોઈપણ છોકરીને પ્રભાવિત કરી દેતા. આ છોકરી બરોડાની જ હોવાથી આકાશ થોડો વધારે ઉત્તેજીત હતો. પણ આકાશ તેની આદત પ્રમાણે આમતેમ વાતો કરીને તેને જે જોઈતુ હતું, તેની પર આવે છે.

me_the_handsome: so can I have ur pic?
silky_sandy: first u send urs
me_the_handsome: ladies first 🙂
silky_sandy: ok, lemme send
me_the_handsome: No I mean only u. without clothes. 😉

સામેથી લગભગ બે મિનીટ સુધી કોઈ જવાબ નથી આવતો. અને એકદમ જ…

silky_sandy: ok, but promise me that u won’t show to anyone
me_the_handsome: I promise 🙂 thx

——– downloading nude_photo.jpg 3% ———

આકાશને થયુ ફોટો ડાઉનલોડ થાય ત્યા સુધી તેની બહેન જોડે ખપાવતો આવું.

“What’s up Meenu? આકાશે રુમમા આવતા પુછ્યું.

“એક છોકરા જોડે chat કરુ છુ.”

“Ah-ha. Boyfriend નું નામ શું છે?”

“નામ નથી ખબર. But me_the_handsome is the yahoo id. And not BF yet.”

આકાશના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ.

“Where is he from?”

“Baroda”

આકાશ કંઈજ બોલ્યા વગર પોતાના રુમમા પાછો આવે છે.

——– download complete. click here to open the file nude_photo.jpg ——–

ડઘાઈ ગયેલો આકાશ જલ્દીથી ફોટાને delete કરી નાખે છે. અને એટલામા જ monitor screen blank થઈ જાય છે.

…અને એક મેસેજ આપે છે.

“virus found: system file corrupted.”

આકાશ પોતાની ખરાબ આદતોની વચ્ચે એ પણ ભુલી ગયો હતો કે તેની બહેન computer programming ભણી રહી છે.

A Nude Photo – અશ્લીલ ફોટો

A Ticket – ટિકીટ

Crossworld, Ahmedabad

“હું નામ ભુલી ગઈ છુ પણ એટલું યાદ છે કે એ બુક શોપિન્ગ કરવાની ખરાબ આદત વિશે છે.” નિશા છેલ્લી પંદર મિનીટ થી બુક-કિપર જોડે માથુ ખાઈ રહી હતી .

આ બાજુ મેગેઝીન વાંચતા કુનાલ નું ધ્યાન તે બાજુ જ હતું. તેને થયું કે બુક નું નામ કહી ને પછી આરામ થી વાંચું. એવું પણ વિચાર્યું કે ચાલતી બસ મા ચડવું ના જોઈએ.

“The Secret Dreamworld of Shopaholic” કુનાલ થી આખરે ના જ રહેવાયું.

“Oh yes! કયારનું યાદ જ નહતુ આવતું.” નિશા એ કુનાલ નો આભાર માનતા કહ્યું.

“It’s ok. આ બુક પરથી મુવી પણ બન્યું છે. Confessions of a Shopaholic.” કુનાલે ડિવીડી સેક્શન તરફ આંગળી ચીંધતા કહ્યું.

“તો પહેલા મુવી જોવું કે બુક વાંચું? What you reckoned?”

“બંન્ને નો અનુંભવ સારો જ રહેશે. લેખક અને ડિરેકટરે નો હેતું એક જ છે. લોકો ની વધારે પડતી શોપિન્ગ ની આદત છુટે.”

“તો કંઈ ફરક પડ્યો?” નિશાએ ઉત્સુકતા થી પુછ્યું.

“Apparently, મે આ મુવી જોયા પછી જ શોપિન્ગ કરી હતી.”

નિશા હસી પડે છે. બંન્ને કાઉન્ટર પાસે પેમેન્ટ કરવા માટે જાય છે.
કુનાલ પાસે ૫૦૦ ના છુટ્ટા ન હોવા ના કારણે નિશા મેગેઝીન, પોતાની બુક અને ડિવીડી ના પૈસા આપે છે.

“હુ બહાર જઈ ને છુટ્ટા કરાવીને આપું છુ.” કુનાલે કહ્યું.

“મને મોડુ થાય છે. After all it’s 50 rupees only”

“Please, એક જ મિનીટ થશે.”

કુનાલ ભાગતો પાનવાળાની દુકાન પાસે જઈ ને ૫૦૦ ના છુટ્ટા કરાવીને હાંફતો હાંફતો પાછો આવે છે.

નિશા પોતાના પૈસા લઈને કુનાલની મેગેઝીન તેને પાછી આપે છે. બંન્ને જણા આછા સ્મિતની આપલે કરી ને છુટા પડે છે.

બાઈક ચલાવતા ચલાવતા કુનાલ વિચાર કરે છે કે ચાલતી બસમા ચડ્યો અને એક જણે બેસવાની જગ્યા પણ આપી . તો પછી કંડક્ટરે મને કેમ ઉતારી દિધો?

ઘરે જઈને પોતાના રુમમા બેસીને મેગેઝીન કાઢે છે. પહેલું પાનું ફેરવતા કંઈક લખેલું વાંચે છે.

Coffee @ Barista? 6 p.m. Vijay char rasta. Today.

આખરે કંડક્ટરે કુનાલને ચાલતી બસ મા ચડવા છતા ટિકીટ આપી જ દિધી .

A Ticket – ટિકીટ

A Salesman – સેલ્સમેન

“Sorry, I am genuinely not interested.” કપુર સાહેબે હસતા હસતા કહી દીધું.

પણ રાકેશ નો નોટબુક વેચવાના પ્રયત્ન મા કોઈ ફેર ન પડ્યો.

“Sir the good thing about this notebook is, it’s waterproof.”

“ભાઈ અમે ક્યા વરસાદ મા બેસી ને લખવાના છે?” કપુર સાહેબ ના સવાલમા દમ હતો.

“એવું નથી હોતું સર. કમ્પની હંમેશા દુર નું વિચારતી હોય છે. ધારોકે તમે કોઈ ખાસ લખાણ લખ્યું હોય, અને જો વરસાદ કે પાણી પડે, તો લખાણ સચવાઈ રહે.”

“બરાબર છે. But, The cover is waterproof. Not the pages. Please, I don’t want to be rude. Leave.”

રાકેશ ઉદાસ થઈ જાય છે.

“sir, please at least fill-out this form and write a feedback that why you are not buying this product” રાકેશે પેન અને ફોર્મે આપતા વિનંતી કરી.

કપુર સાહેબ વિના સંકોચે ફોર્મે ભરી ને રાકેશ ને આપી દે છે. રાકેશ પોતાની વસ્તુંઓ પેક કરી ને નિકળતો જ હોય છે ત્યારે…

“એક મિનીટ.” કપુર સાહેબે રોક્યો.

રાકેશ ખુશ થઈ જાય છે.

“If you don’t mind, મને આ પેન ઘણી જ ગમી . શું કિંમત છે?”

“Sorry, This is my personal pen. જે વેચવા માટે નથી. જો તમે ખરેખર મને મદદ કરવા માંગતા હોય તો આ નોટબુક…”

“ના એવું નથી . હુ કોઈ મદદ નથી કરી રહ્યો. તે જેટલા મા આ પેન ખરીદી હતી તે જ કિંમત આપીશ. બોલ હવે?” કપુર સાહેબે વોલેટ કાઢતા કહ્યું.

“સર પેન તો ૧૨૦ રૂપિયાની છે પણ…”

કપુર સાહેબ સો અને વીસ ની નોટો રાકેશ ના હાથ મા પધરાવી દે છે.

“ઘણું જ અજીબ છે. હુ શું વેચવા આવ્યો તો ને તમે શું ખરીદી લીધું” રાકેશે પૈસા ખીસા મા મુંકતા કહ્યું.

“મને ગમ્યું અને મે લીધું . બંન્ને નો ફાયદો.”

રાકેશ જેવો જ ઘર ની બહાર નિકળ્યો, ત્યા જ તેના મેનેજર નો ફોન આવે છે.

“so my star, how did you go?” મેનેજરે પુછ્યું

“It’s going great, just hit the half century.” રાકેશે બીજી પેન પોતાના ખિસામા ભરાવતા કહ્યું.

A Salesman – સેલ્સમેન

The Fight – લડાઈ

“એ તો અમે પટેલો હોય નહી ને આ પ્રાંત મા ખેતીવાડી ફુલેફાલે નહી . વજીર થઈને બેઠા છો, પેટમા શું પૈસા નાખશો? કે પછી ધુંળ?” કરસનકાકાએ ડાંગ ઉપાડતા કહ્યું.

“કુકડો ન બોલે ને સવાર ન પડે, એવું ના માનતા પટેલ. જગત જાણે છે કે વાણિયાને ધંધો કરતા ન શીખડાવું પડે. પ્રાંતમા રૂપિયા કોણ લાવે છે? શું ખાવું અને કોને ખવડાવવું તે સારી રીતે ખબર છે.
આ બ્રાહ્મણોની જેમ નહી કે બીજા પર આધાર રાખીયે.” રતિલાલે એક કાંકરીએ બે પક્ષી માર્યા.

“શાસ્ત્રો મા લખાયેલું છે કે જ્ઞાન મા શક્તિ છે. મ્રુત્યુંલોક અને સ્વર્ગલોક ને તાંડવથી ભયભીત કરનારા ભગવાન શંકર બ્રાહ્મણ, રામભક્ત અને સેવાભાવી હનુમાન બ્રાહ્મણ અને જો હવે વધારે બોલ્યા,
તો એક કસુંબામા જળ લઈને પળભર મા ભસ્મ કરી નાખતા પરશુરામ દેખાડતા વાર નઈ લાગે રતિલાલ” નાથાલાલ જેવા વિદ્વાન પણ આજે હિંસા પર ઉતરી આવ્યા.

ત્યા જટુ ભા એ મુંછ મરડાવતા હસતા હસતા ધમકી આપી “દિકરાઉ તમે તમારથી થાય ઈ કરી લ્યો. જો આ દરબાર હામે ચારો કૈરો છે તો મ્યાન માથી તલવાર કાઢીને હંધાય ના માથા વધેરી નાખીહ.”

લડાઈ પોતાની ચરણ સીમા પર પહોંચી ચુંકી હતી. પટેલની ડાંગ કેટલાના માથા ફોડશે, દરબારની તલવાર કેટલા ને કાપશે અને બ્રાહ્મણ ના શબ્દોથી આજે કેટલાને શાપ મળશે, તે સંપુર્ણપણે અનિશ્ચીત હતું. આ બાજુ વાણિયા ના માણસો પણ હથિયારો લઈને આવી ચડ્યા.

એટલા મા જ વાદળો ઘેરાઈ ગયા, વીજળી ચમકી અને યક્ષ પ્રગટ થયા.

“શા માટે લડો છો?” યક્ષે પુછ્યું.

પટેલે આગળ આવીને કીધુ “આ પ્રાંત મા સર્વશ્રેષ્ઠ જાતિ કોણ છે તે આજે નક્કી થઈને રહેશે. અમે પટેલો…”

“ઈવડા ઈ ને હમજાવો કે નકી ત્યારે નો થાય જ્યારે હંધુંય દેખાતું હોય” દરબાર ની વાણીએ તલવારનું કામ કર્યું.

“શાંત. મને જવાબ ખબર છે.” યક્ષે કહ્યું.

“કોણ છે સર્વશ્રેષ્ઠ જાતિ?” બધા એકસાથે જ બોલી ઉઠ્યા.

“હુ જવાબ આપું તે પહેલા તમારે થોડી વાર માટે આંખો બંધ કરવી પડશે. અને જે કહુ તેની પર વિચાર કરવો પડશે” યક્ષે બધાને કહ્યું.

બધા પોતાની આંખો બંધ કરે છે અને યક્ષ બોલવાનું શરૂ કરે છે.

“સૌપ્રથમ હ્રદય માથી સ્વાર્થ અને ગુસ્સો કાઢી નાખો. લેવું છે તે ત્યાગી ને દેવા ની ભાવના જીવંત કરો. હ્ર્દય મોટુ કરીને એ વિચારો કે જેની જોડે આજે હુ લડાઈ પર ઉતરી આવ્યો છુ, શું તે મારો ભાઈ છે?
હુ તેને મારીને શું સાબીત કરી નાખીશ? અને શું હુ એને મારીને સુખનો રોટલો ખાઈ શકીશ? શું સર્વશ્રેષ્ઠ જાતિ એને કહેવાય કે જેની જોડે પૈસા અને સ્વાર્થ વગર તેમા પ્રેમ ભાવ હોય?
જો તમે આ પ્રત્યેક સવાલો ના જવાબ તમારા હ્રદય ને પુછ્યા છે, તો આંખો ખોલીને મને જવાબ આપો. સર્વશ્રેષ્ઠ જાતિ કોણ છે? ”

પ્રત્યેક અશ્રુભરી આંખે એકસાથે જવાબ આપે છે. “માનવી”

યક્ષ હસતા મોઢે અદૃશ્ય થઈ જાય છે.

The Fight – લડાઈ

The Death Cycle – મૃત્યું ચક્ર

Somewhere at Mysore Highway  2:45 a.m

રાજ દારૂના નશામા હોવા છતા અંધારા મા ઉભો રહેલો માણસ, જેના હાથ મા એક ફાઈલ હતી અને લીફ્ટ માંગવા માટે આતુર હતો, તેને જોઈ શકતો હતો.

તેણે ગાડી ઉભી રાખી. થેન્કસ કહીને તે યુવાન કારની અંદર બેસી ગયો.

“મારૂ નામ રાજ છે. આ સમયે આટલા અંધારા મા હાઈવે પર?”

“ચક્રમા એકવાર આવ્યા પછી શું અંધારૂ ને શું અજવાળું? મારૂ નામ નિમીત છે.”

“કવિ લાગો છો. અથવા કવિ સંમેલન માથી આવતા લાગો છો.” રાજે મજાક ઉડાડતા બીયરનું કેન ખોલ્યું.

નિમીત હસ્યા વગર પોતાની ફાઈલ માથી એક કાગળ બહાર કાઢે છે. “પ્રથમ બીયર ને બારી ની બહાર ફેકી દો.
બીજુ, મારી પાસે બહુ સમય નથી એટલે મારી વાત ધ્યાનથી સાંભળો”

રાજ હસવાનું જરાપણ રોકી ન શક્યો. “હવે મને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે તમે એમ-ટીવી બકરા ના કલાકાર છો.”

નિમીતની આખો એકદમ જ લાલધુમ થઈ જાય છે. તે રાજના હાથ માથી કેન લઈને બારીની બહાર
ફેકી દે છે.

“what the hell man?” રાજ નિમીત કરતા પણ વધારે ગુસ્સે થઈ જાય છે.

નિમીત ને કશો ફરક જ ના પડ્યો હોય તેમ તે પોતાની વાત આગળ વધારે છે.  “આ કાગળ પર ના આંકડાઓ દર્શાવી રહ્યા છે કે
આખા વિશ્વમા પાંચ માથી એક અકસ્માત દારૂપીને ગાડી ચલાવવાથી થાય છે. જેમાથી…”

“wo-wo man. Just a sec. આ ભાષણ બંધ કરો અને તમારા ઘરે જઈને સંભળાવો.
મે વિચાર્યું કે તમને મદદ કરુ પણ તમે તો…”

“રસપ્રદ વાત એ છે કે દારૂપીને જેટલા લોકો મરે છે તેના કરતા વધારે નિર્દોષ લોકો તેમની ગાડી નીચે
આવી ને મરે છે.” નિમીતે બીજુ કાગળ્યુ કાઢતા કહ્યું.

“To hell with innocent people. I don’t care. ન તો મે કોઈને માર્યા છે અને ન તો હુ મરવાનો છુ.” રાજે બીજું બીયર નું કેન ખોલ્યું.

નિમીતે ફાઈલ બંધ દીધી. “You disappointed me. આ હાઈવે પર સ્પીડ લીમીટ 80 km/h છે અને ગાડી 120 પર જઈ રહી છે”

“so what?”

“પણ તમે તો એમ કીધુ કે તમે નથી મરવાના”

“શું હુ મરીશ તો તમે જીવતા રહેશો?” રાજે લુચ્ચા હાસ્યથી પુછ્યું

નિમીત તે જ લુચ્ચા હાસ્યથી પ્રશ્ન પુછી ને જવાબ આપે છે. “મે ક્યારે કીધુ કે હુ જીવતો છુ?”

રાજના શરીર માથી ધ્રુજારી છુટી ગઈ. “Let me stop the car and get the hell out of…”

એટલામા જ નિમીત ગવંડર પોતાની બાજુ ફેરવી લે છે. કાર હાઈવે પરથી ઉતરીને એક મોટા ઝાડ જોડે
અથડાય છે. કારનો આગળનો કાચ લોહીથી લાલ થઈ જાય છે.

After three weeks.  Somewhere at Mysore Highway. 2:45 a.m

અજય દારૂના નશામા હોવા છતા અંધારા મા ઉભો રહેલો માણસ, જેના હાથ મા એક ફાઈલ હતી અને લીફ્ટ માંગવા માટે આતુર હતો, તેને જોઈ શકતો હતો.

તેણે ગાડી ઉભી રાખી. થેન્કસ કહીને તે યુવાન કારની અંદર બેસી ગયો.

“મારૂ નામ અજય છે. આ સમયે આટલા અંધારા મા હાઈવે પર?”

“ચક્રમા એકવાર આવ્યા પછી શું અંધારૂ ને શું અજવાળું? મારૂ નામ રાજ છે.”

The Death Cycle – મૃત્યું ચક્ર

Love Letter – પ્રેમપત્ર

પ્રિય સમીર,

તારી જોડે બે મહિના ફર્યા પછી મારી લાગણીઓ મા મે એક અનોખી સુગંધ અનુભવી છે. મને નથી ખબર કે આ પ્રેમપત્ર છે કે નહી, પણ આ શબ્દો મારા દિલરૂપી કલમ થી લખાઈ રહ્યા છે. મે જ્યારે મારા હૈયા ને પ્રશ્ન પુંછ્યો કે “શું આ ઉર્મિઓ એકતરફી છે?” ત્યારે મારા હૈયાએ હસી ને જવાબ આપ્યો “ના”.

કારણકે મે પણ તારા પ્રેમની લાગણીઓ ને મારા હ્રદયમા પ્રવેશતા અનુંભવી છે. એવું લાગી રહ્યું છે કે કોઈ મુસાફીરને ઘણું ભટક્યા પછી કોઈ સાચો રસ્તો મળી ગયો હોય અને ઘણા વર્ષોથી ઉજ્જડ રહેલી જમીન પર આજે મુંશળધાર વરસાદ પડ્યો હોય. હવે મારા દિલની બસ એક જ તમન્ના છે કે જે નીલું આકાશ અને સુર્યાસ્ત આપણે અત્યાર સુંધી અલગ અલગ જોયા છે, તે કોઈ સુંદર સમુદ્રના કિનારે એકબીજાનો હાથ પકડીને નિહાળીયે.

હુ મારા પ્રત્યેક રોમમા તારા પ્રેમની લાગણીઓ નો વસવાટ થયેલો છે તેમજ આપણા પ્રેમની નદીઓ મળીને એક પ્રેમ ના સાગર મા ભળી જાય તેવું માનીને કંઇક લખું છુ.

“હુ તને દિલથી પ્રેમ કરૂ છુ”

ફ્કત તારો જ,
અનિલ

Love Letter – પ્રેમપત્ર

Rain in the summer – ઉનાળા મા વરસાદ

હજી તો ટ્રેન અમદાવાદથી નડિયાદ પણ નહતી પહોંચી ને રવિ કંટાળી ગયો. તે વિચારવા લાગ્યો કે બેંગલોર ક્યારે આવશે? એકલો? ૩૨ કલાક?

સૌથી પહેલા આણંદ સ્ટેશન પર રવિએ તેને બારી માથી જોયી. બે મિનીટ પછી બીજી વાર તે તેની સામેની જ સીટ પર આવી ને સામાન ગોઠવવા લાગી.

બંને એ એકબીજા સામે જોઈને આછાં સ્મિત ની આપલે કરી.

ત્યારે રવિ ના વિચારોનું સમીકરણ એકદમ જ બદલાઈ ગયું. “બેંગલોર ક્યારેય ન આવે…”

બસ પછી તો સારામા સારું અંગ્રેજી પુસ્તક કાઢી ને વાંચવા લાગ્યો. બેસવાની સ્થિતી અને મોઢાના હાવભાવ પણ એવી રીતે બદલાઈ ગયા કે જાણે ઉનાળામા વરસાદ પડ્યો હોય. ટ્રેનની આજુંબાજુ ખેતરો છે, ખબર છે કે ટાવર નથી પકડાવાનો તોય બે વખત તો પોતાનો Nokia 95 કાઢી ને મચેડ્યો.

ચલો આ બધુ તો બરાબર છે પણ હવે મહત્વ નો મુદ્દો એ છે કે વાત કઈ રીતે ચાલું કરવી? તે વિચારતો હતો ત્યાજ તેણીએ ઉધરસ ખાધી.

“બોયફ્રેંડ યાદ કરતો લાગે છે” રવિએ ધીમેથી ખોટુ હસતા હસતા પુછી લીધું.

“તમને કેવી રીતે ખબર પડી?” સામેથી જવાબ આવ્યો.

બરોડા આવ્યું. ટાવર પકડાયો, તોય રવિ નો મોબાઈલ સ્વિચ-ઓફ, અંગ્રેજી પુસ્તક બંધ, વરસાદ ગયો ને હવે તડકો કે મારું કામ.

Rain in the summer – ઉનાળા મા વરસાદ

Pizza Lover – પિટ્ઝા પ્રેમી 

“રાહુલ તને ખબર છે કે તારા જન્ક-ફુડ ખાવા ની આદત થી મે હંમેશા નારાજગી દર્શાવી છે, છતા તું આ વાત પર ધ્યાન નથી આપતો.” પુજા પોતાના ગુસ્સાની ચરણ સીમા પર પહોંચી ચુકી હતી.

“ડાર્લિગ એવુ નથી. હુ સમજુ છુ કે આપણા બંન્નેની ખાવાની પસંદગી તદ્દન અલગ છે પણ એક પિટ્ઝા માટે…”

“દોઢ વરસ. લગન પછી એક અઠવાડિયું એવુ નથી ગયુ કે તે પિટ્ઝા ન ખાધો હોય. અને…”

“ઓકે, તને એવુ નથી લાગતુ કે એક બહુજ સામાન્ય અને નાની વાત ને તુ બહુ મોટુ સ્વરૂપ આપી રહી છે?”

“રાહુલ તુ કદાચ વાકેફ નહી હોય પણ આજ નાની અને સામાન્ય વાત આપણા બંન્ને વચ્ચેનું અંતર વધારી રહી છે. અને સવાલ એકલા પિટ્ઝા નો નથી. પણ મે અનુભવ્યું છે કે તુ મારી પસંદગીઓ ભુલતો જાય છે. In fact, તુ સંપુર્ણ રીતે ભુલી ગયો છે.”

“મારી વાત…”

“પ્લીઝ. મારે હવે વધારે કોઈ જ ચર્ચા નથી કરવી. અને મારે ખાવું પણ નથી”

આટલું બોલી ને પુજા પોતાના રૂમમા જઈને બારણું પછાડી ને બંધ કરી દે છે.

પુજાની આવી પ્રતિક્રિયા જોઈ ને રાહુલને બે પ્રશ્નો પોતાની જાતને પુછવાનુ મન થાય છે.

“શુ દરેક ભારતીય યુવાનો જે અમેરિકામા જનમ્યા છે, તેની આવીજ દશા હશે?”

“શુ મે ડોક્ટર જોડે લગન કરી ને બહુ મોટી ભુલ તો નથી કરી નાખીને?”

જે હશે તે, પણ હવે તે વિચારોના વમળો મા ડુંબવા લાગ્યો. શું મારે ખાવાના શોખનું બલિદાન આપવું પડશે કે આજે કયો નુંસખો અજમાવું ને પુજા ને હંમેશા ની જેમ  મનાવી લઉ?

તેને સમજાતું નહ્તું કે કેમ તેનું હ્રદય ભારે થતુ જતું હતું. છેવટે તે પોતાના મોબાઈલથી એક નંબર ડાયલ કરે છે અને સામેથી અવાજ આવે છે…

Pizza-hut How may I help you?”

One large Cheese Veggie  pizza with pineapple please.” રાહુલ ના હ્રદય પરથી બહુ મોટો ભાર ઉતરી જાય છે.

P.S – Inspiration: The people of America eat around 350 slices of pizza each second, or 90 to 100 acres per day. Source

Pizza Lover – પિટ્ઝા પ્રેમી 

The End – અંત

પ્રેમી ની બંદુક નો નિશાનો શત્રુ પર, અડ્ધો મીટર દૂર ઉભા રહેલા શત્રુ નો નિશાનો તેના કબજે કરેલી પ્રેમીકા પર. પરિસ્થિતિ

એવી છે કે દુશ્મન નુ મૃત્યુ પ્રેમીકા ના મરણ નુ કારણ બની શકે છે. જ્યારે બીજી બાજુ, દુશ્મન નુ જીવન પ્રેમીકા ના પ્રાણ ને સુરક્ષિત પણ નહિ રાખે.”


“હવે જો એક ડગલું આગળ ભર્યું, તો હુ ગોળી મારી દઈશ.” ચેતાવણી સાંભળી ને પ્રેમી ત્યા જ ઉભો રહી જાય છે.


હવે શું થશે? આ વાર્તા નો  અંત કઈ રીતે લખવો?


વિચારો ની ક્રિયા ઉભી રહી જવાથી આદિત્ય તેની વાર્તા લખવાનું બંધ કરે છે. ચા બનાવી ને બારી આગળ ઉભો રહીને સવાર

પડવાની રાહ જોવા લાગે છે. પણ બહાર નુ આછું અંધારું તેને ગરમ ચા ભૂલાવી ને ભુતકાળ યાદ કરાવે છે. સાત અઠ્વાડિયા પહેલા જ્યારે સમાચાર મળ્યા કે પ્રિયા ને મગજ ની ગાંઠ છે, ત્યારે આભ તુટી પડ્યુ હતુ.

પ્રિયા અસ્પતાલ મા તેના જીવન માટે લડી રહી હતી. પણ આદિત્ય ને તેની રાતો ની મહેનત અને વાર્તા પર ખુબજ વિશ્વાસ હતો કે તે એવો અંત લખશે કે કોઈ પણ નિર્દેશક તેને મો માંગ્યા રૂપિયા આપશે.

ટેલિફોન ની ઘંટડી થી આદિત્યને ભાન થાય છે કે ચા ઠંડી થઈ ચુકી હતી.


અસ્પતાલ થી આવેલા ફોન મા આદિત્યએ પહેલી દસ સેકન્ડ મા કંઈક સાંભ્ળ્યુ અને ફોન હાથ માથી છટકી ને જમીન પર પડે છે.

તે ટેબલ તરફ જઈને લખવાની શરૂઆત કરે છે.


“પ્રેમી ના એક ડગલા થી દુશ્મન ની ગોળી પ્રેમીકા ની આરપાર થઈ જાય છે. હારેલો પ્રેમી ભાગતા શત્રુને કોઈ જ પ્રતિક્રિયા નથી

આપતો. પ્રેમીકા નું માથુ પોતાના ખોળામા મુકી ને તેની આંખ બંધ કરે છે. પ્રેમી ના

ડાબા હાથની પિસ્તોલ ધીમે ધીમે તેના મસ્તક તરફ આવે છે…”


જ્યારે આદિત્ય ના જમણા હાથની કલમ ધીમે ધીમે એક શબ્દ લખવા જઈ રહી છે.


“સમાપ્ત”


The End – અંત