The Fight – લડાઈ

“એ તો અમે પટેલો હોય નહી ને આ પ્રાંત મા ખેતીવાડી ફુલેફાલે નહી . વજીર થઈને બેઠા છો, પેટમા શું પૈસા નાખશો? કે પછી ધુંળ?” કરસનકાકાએ ડાંગ ઉપાડતા કહ્યું.

“કુકડો ન બોલે ને સવાર ન પડે, એવું ના માનતા પટેલ. જગત જાણે છે કે વાણિયાને ધંધો કરતા ન શીખડાવું પડે. પ્રાંતમા રૂપિયા કોણ લાવે છે? શું ખાવું અને કોને ખવડાવવું તે સારી રીતે ખબર છે.
આ બ્રાહ્મણોની જેમ નહી કે બીજા પર આધાર રાખીયે.” રતિલાલે એક કાંકરીએ બે પક્ષી માર્યા.

“શાસ્ત્રો મા લખાયેલું છે કે જ્ઞાન મા શક્તિ છે. મ્રુત્યુંલોક અને સ્વર્ગલોક ને તાંડવથી ભયભીત કરનારા ભગવાન શંકર બ્રાહ્મણ, રામભક્ત અને સેવાભાવી હનુમાન બ્રાહ્મણ અને જો હવે વધારે બોલ્યા,
તો એક કસુંબામા જળ લઈને પળભર મા ભસ્મ કરી નાખતા પરશુરામ દેખાડતા વાર નઈ લાગે રતિલાલ” નાથાલાલ જેવા વિદ્વાન પણ આજે હિંસા પર ઉતરી આવ્યા.

ત્યા જટુ ભા એ મુંછ મરડાવતા હસતા હસતા ધમકી આપી “દિકરાઉ તમે તમારથી થાય ઈ કરી લ્યો. જો આ દરબાર હામે ચારો કૈરો છે તો મ્યાન માથી તલવાર કાઢીને હંધાય ના માથા વધેરી નાખીહ.”

લડાઈ પોતાની ચરણ સીમા પર પહોંચી ચુંકી હતી. પટેલની ડાંગ કેટલાના માથા ફોડશે, દરબારની તલવાર કેટલા ને કાપશે અને બ્રાહ્મણ ના શબ્દોથી આજે કેટલાને શાપ મળશે, તે સંપુર્ણપણે અનિશ્ચીત હતું. આ બાજુ વાણિયા ના માણસો પણ હથિયારો લઈને આવી ચડ્યા.

એટલા મા જ વાદળો ઘેરાઈ ગયા, વીજળી ચમકી અને યક્ષ પ્રગટ થયા.

“શા માટે લડો છો?” યક્ષે પુછ્યું.

પટેલે આગળ આવીને કીધુ “આ પ્રાંત મા સર્વશ્રેષ્ઠ જાતિ કોણ છે તે આજે નક્કી થઈને રહેશે. અમે પટેલો…”

“ઈવડા ઈ ને હમજાવો કે નકી ત્યારે નો થાય જ્યારે હંધુંય દેખાતું હોય” દરબાર ની વાણીએ તલવારનું કામ કર્યું.

“શાંત. મને જવાબ ખબર છે.” યક્ષે કહ્યું.

“કોણ છે સર્વશ્રેષ્ઠ જાતિ?” બધા એકસાથે જ બોલી ઉઠ્યા.

“હુ જવાબ આપું તે પહેલા તમારે થોડી વાર માટે આંખો બંધ કરવી પડશે. અને જે કહુ તેની પર વિચાર કરવો પડશે” યક્ષે બધાને કહ્યું.

બધા પોતાની આંખો બંધ કરે છે અને યક્ષ બોલવાનું શરૂ કરે છે.

“સૌપ્રથમ હ્રદય માથી સ્વાર્થ અને ગુસ્સો કાઢી નાખો. લેવું છે તે ત્યાગી ને દેવા ની ભાવના જીવંત કરો. હ્ર્દય મોટુ કરીને એ વિચારો કે જેની જોડે આજે હુ લડાઈ પર ઉતરી આવ્યો છુ, શું તે મારો ભાઈ છે?
હુ તેને મારીને શું સાબીત કરી નાખીશ? અને શું હુ એને મારીને સુખનો રોટલો ખાઈ શકીશ? શું સર્વશ્રેષ્ઠ જાતિ એને કહેવાય કે જેની જોડે પૈસા અને સ્વાર્થ વગર તેમા પ્રેમ ભાવ હોય?
જો તમે આ પ્રત્યેક સવાલો ના જવાબ તમારા હ્રદય ને પુછ્યા છે, તો આંખો ખોલીને મને જવાબ આપો. સર્વશ્રેષ્ઠ જાતિ કોણ છે? ”

પ્રત્યેક અશ્રુભરી આંખે એકસાથે જવાબ આપે છે. “માનવી”

યક્ષ હસતા મોઢે અદૃશ્ય થઈ જાય છે.

Advertisements
The Fight – લડાઈ

One thought on “The Fight – લડાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s