A Salesman – સેલ્સમેન

“Sorry, I am genuinely not interested.” કપુર સાહેબે હસતા હસતા કહી દીધું.

પણ રાકેશ નો નોટબુક વેચવાના પ્રયત્ન મા કોઈ ફેર ન પડ્યો.

“Sir the good thing about this notebook is, it’s waterproof.”

“ભાઈ અમે ક્યા વરસાદ મા બેસી ને લખવાના છે?” કપુર સાહેબ ના સવાલમા દમ હતો.

“એવું નથી હોતું સર. કમ્પની હંમેશા દુર નું વિચારતી હોય છે. ધારોકે તમે કોઈ ખાસ લખાણ લખ્યું હોય, અને જો વરસાદ કે પાણી પડે, તો લખાણ સચવાઈ રહે.”

“બરાબર છે. But, The cover is waterproof. Not the pages. Please, I don’t want to be rude. Leave.”

રાકેશ ઉદાસ થઈ જાય છે.

“sir, please at least fill-out this form and write a feedback that why you are not buying this product” રાકેશે પેન અને ફોર્મે આપતા વિનંતી કરી.

કપુર સાહેબ વિના સંકોચે ફોર્મે ભરી ને રાકેશ ને આપી દે છે. રાકેશ પોતાની વસ્તુંઓ પેક કરી ને નિકળતો જ હોય છે ત્યારે…

“એક મિનીટ.” કપુર સાહેબે રોક્યો.

રાકેશ ખુશ થઈ જાય છે.

“If you don’t mind, મને આ પેન ઘણી જ ગમી . શું કિંમત છે?”

“Sorry, This is my personal pen. જે વેચવા માટે નથી. જો તમે ખરેખર મને મદદ કરવા માંગતા હોય તો આ નોટબુક…”

“ના એવું નથી . હુ કોઈ મદદ નથી કરી રહ્યો. તે જેટલા મા આ પેન ખરીદી હતી તે જ કિંમત આપીશ. બોલ હવે?” કપુર સાહેબે વોલેટ કાઢતા કહ્યું.

“સર પેન તો ૧૨૦ રૂપિયાની છે પણ…”

કપુર સાહેબ સો અને વીસ ની નોટો રાકેશ ના હાથ મા પધરાવી દે છે.

“ઘણું જ અજીબ છે. હુ શું વેચવા આવ્યો તો ને તમે શું ખરીદી લીધું” રાકેશે પૈસા ખીસા મા મુંકતા કહ્યું.

“મને ગમ્યું અને મે લીધું . બંન્ને નો ફાયદો.”

રાકેશ જેવો જ ઘર ની બહાર નિકળ્યો, ત્યા જ તેના મેનેજર નો ફોન આવે છે.

“so my star, how did you go?” મેનેજરે પુછ્યું

“It’s going great, just hit the half century.” રાકેશે બીજી પેન પોતાના ખિસામા ભરાવતા કહ્યું.

Advertisements
A Salesman – સેલ્સમેન

6 thoughts on “A Salesman – સેલ્સમેન

 1. એક joke વાંચ્યાનું યાદ છે! ટૂંકમાં…

  … અને ત્રણ મહિના પછી તો ભારત-પાકિસ્તાન ની સરહદના એ ચોકીદારો એ સામાન્ય સરદારજીના પગે પડવા જેવા થઇ ગયા. તેમનો ઉપરી ગળગળો થઇ બોલ્યો – “અમને પાક્કી બાતમી છે કે તું કોઈ વસ્તુની દાણચોરી કરે છે! અમે કેટલાય મહિના થી તારી આ મામૂલી cycle નું checking કરીએ છીએ! પણ કઈ હાથ લાગતું નથી! આ વખતે તને જવા દઈએ પણ બસ અમને કહી દે તું શું લાવે-લઇ જાય છે?” અને સરદાર બોલ્યા – “Cycle! તમે આખી cycle ઉંધી કરીને ફેંદી નાખો છો પણ એ નથી જોતા કે આવતી વખતે એ જૂનીદાટ અને જતી વખતે એ નવીનક્કોર હોય છે!”

 2. સત્ય વાત છે. એક સીંધી મિત્રએ ઓફિસમાં એક કિલો જેટલી કેરી બતાવીને કહ્યું કે : ઓળખીતાને ત્યાંથી સરસ કેસર કેરી વાજબી ભાવે મળી ગઈ. હવેતો સિઝન ખતમ થવામાં છે. .. ને એક જણે ખૂબ જ આજીજી કરીને એ કેરી વેચાતી લીધી. બીજા લોકોને થયું કે: અમે તો રહી ગયા. એ લોકોએ બીજી લાવી દેવા માટે વિનંતી કરી. સીંધી મિત્ર બોલ્યા: જોઈશ. કાલે હશે તો બીજી લેતો આવીશ.
  બીજે દિવસે ત્રણચાર કિલો કેરી લાવ્યા. વેચાઈ ગઈ. બીજા લોકોએ કહ્યું કે: સાંઈ , અમારું પણ કશું કરો. ત્રીજા દિવસે એમના માટે પણ કેરી લાવ્યા. , આ રીતે એક મહિનો સુધી એમણે ધંધો કર્યો. .ખતમ થવા આવેલી સિઝન એક મહિનો લંબાઈ ગઈ!!!
  .. એક હિદી નાટક જોયેલું. જેમા મુખ્ય પાત્ર એક વેપારી દિમાગ ધરાવતા યુવાનનું હતું! જે પોતાની મંગેતરે ભેટ આપેલી પેન પણ બેચાર રૂપિયા વધારે મળતા વેચી નાખે છે! બિલકુલ નિર્દોષ ભાવે. નાટકનું શીર્ષક યાદ છે: ગજ,ફૂટ,ઈંચ…. મતલબ કે: જૂનાં મૂલ્ય કે માપદંડ ધરાવનાર માણસ.

  1. “જોઈશ. કાલે હશે તો બીજી લેતો આવીશ.” When Sindhi told this line, he already sold the product. Virtually 🙂

   ગજ,ફૂટ,ઈંચ – Will Checkout.

   Thanks Yashwant Bhai

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s