The Return – વળતર

Bombay 1989

પુનમચંદ શેઠ ની મસ્ટાંગ ફોર્ડ જ્યારે સિગ્નલ પાસે આવીને ઉભી રહી, ત્યારે જ એક લધર-વધર અવસ્થા ના કિશોરે કાચ પર ટકોરો કરયો.

“સાલાઓ ને ભીખ માંગ્યા સિવાય કોઈ ધંધો જ નથી આવડતો. એમ નહિ કે ભણીયે. કામ કરીયે” શેઠે ડ્રાઈવરને સંભળાવતા કહ્યું.

“શેઠ આ લોકોનું કામ જ આવું છે. બસ મફતનું રળી ખાવાનું” ડ્રાઈવરે કહ્યું.

બીજા ત્રણ ટકોરા વાગતા કાચ થોડો ગંદો થયો ને શેઠનો પિત્તો ગયો. ગુસ્સામા કાચ ખોલી ને કંઈ પુછ્યા વગર શેઠે કિશોરને ફ્રેરવીને એક તમાચો ચોડી દીધો.

સિગ્નલ ગ્રીન થતા ગાડી જતી રહી અને કિશોર રસ્તા વચ્ચે ભીની આંખે ઉભો રહ્યો.

Mumbai 1995

પુનમચંદ શેઠ ની મર્સીડિઝ-બેન્ઝ જ્યારે સિગ્નલ પાસે આવીને ઉભી રહી, એટલા મા જ એક યુવાને આવી ને પોતાની બંદુકથી બારીના કાચ ઉપર ગોળી મારી . કાચને વીંધતી ગોળી શેઠની આરપાર થતા જોઈ ડ્રાઈવર ભાગી જાય છે.

પણ થોડી ક્ષણો પછી યુવાનને કંઈક યાદ આવે છે અને તેના હાથમાથી બંદુક નીચે પડી જાય છે.

છેલ્લી શ્વાસો લેતા શેઠનું માથું પોતાના ખોળામા મુકીને રોવા લાગે છે.

“શેઠ મને ઓળખ્યો? હુ તે જ છોકરો, જેને તમે આજથી લગભગ છ વરસ પહેલા, આ જ સિગ્નલ પર કંઈજ પુછ્યા વગર લાફો માર્યો હતો”

“દિકરા, કેમ આ ખરાબ રસ્તા પર?” શેઠ બોલી શકવાની સ્થિતીમા નહતા.

“એકવાર શેઠ, એકવાર પુછી લીધુ હોત કે મારે શું કામ હતુ. મા-બાપ ન હોવા છતા ચા ની લારીએ દિવસ-રાત કામ કરીને ૧૨ સાયન્સમા ૯૨% સાથે પાસ થયો. મેડિકલ મા એડમીશન પણ મળી ગયું હતું. હુ તો ફકત પહેલા સેમિસ્ટરની ફી માંગવા આવ્યો હતો”

શેઠ ની આંખોમા જે આંસુઓની ધારા વહી રહી હતી તેમા ફક્ત પસ્તાવો હતો.

“…અને હુ ભણી તો ન શક્યો પણ આ ભાઈગીરી ના ધંધામા લોકોની સુપારી કરવા લાગ્યો. મને નહતી ખબર કે તમારા એક તમાચાનું વળતર તમે આ રીતે ચૂકવશો”

આ વખતે ગ્રીન સિગ્નલ થતા યુવાન જતો રહે છે અને ગાડી મા રહેલા શેઠની ભીની આંખો બંધ હોય છે.

Advertisements
The Return – વળતર

14 thoughts on “The Return – વળતર

 1. sinojia says:

  really its a very heart touching…
  it show our india’s condition..
  and
  many times we take wrong decision without any thinking..& at last we have no time to correct our decision..

   1. kartik says:

    well , dialogues are also too good 🙂 ..
    every sequence gets visualised in the mind of the reader….
    waitin for more 🙂

 2. Nice one, but to be very honest, not very similar to your other writings. The climax, the suspense that your other stories had, seems lacking in this, or may be because I have got used to with your writings? But, wish later isn’t the case, as you are such a talented writer, that you can never be monotomous, and neither could be predicted.

  1. Agree. This one is not having that punchy climax. You will find same sort of work in my other stories – “The Fight” and “The End”.

   However, these are just an incidents rather than story I believe. “The Return” & “The End” are having tragedy while “The Fight” was spiritual.

   Thanks heaps for genuine feedback. 🙂

 3. ભાઈ શ્રી ક્રુનાલ

  અમે – આપણે સૌ વડિલો ( બાળકો )-યુવાનોના ઘડતર માટે જવાબદાર છીએ. જેવું ” વાવીએ તેવું લણવું “રહ્યું.
  શેઠ એવા વર્ગના લોકોમાંથી છે, જેઓને ફોર્ડથી મર્સીડિસ સુધી પહોંચવા પોતાનાના માટે સમય જ નથી હોતો, બીજાને લાફો જ મારે ને ?

  ” માણસ ” એટલા માટે માણસ તરીકે જન્મે છે કે એને ” માણસ” જ થવું હોય છે. પણ જન્મ્યા પછી તો માણસ બનવા એની પહેલાં જન્મેલા અને આસપાસનું વાતાવરણ જવાબદાર તો હોય છે ને ?

 4. પ્રિય કૃણાલ,

  અક્ષરનાદ પરના તમારા પ્રતિભાવ સાથેની લિંક પરથી અહીં પહોંચ્યો.

  ખૂબ સરસ બ્લોગ છે, આ પ્રકારની માઈક્રોફિક્શન રચનાઓનું ખેડાણ આપણે ત્યાં અલ્પ જ રહ્યું છે અને તેમાંય બ્લોગજગતમાં તો નહીં જેવું જ.

  આશા છે આપની કલમ આમ જ સત્તત મેઘધનુષના રંગો પ્રસરાવતી રહેશે.

  ખૂબ સરસ પ્રસંગ, શબ્દમર્યાદાની સાથે આપે ઘણું કહી દીધું છે. શુભકામનાઓ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s