The Rainbow – મેધધનુષ્ય

“મમ્મી જલ્દી બહાર આવ. જો આકાશમા કંઈક છે.”

છ વરસના ટપુએ કદાચ જીવનમા પહેલીવાર આજે મેધધનુષ્ય જોયું હશે.

“બેટા હુ કામ કરુ છુ.”

ટપુ રુમ તરફ દોટ મુકે છે. તેના પપ્પા બારી આગળ જ બેઠા હતા.

“પપ્પા પપ્પા. આકાશમા રંગબેરંગી વાદળો”

એની નિર્દોષ બુધ્ધિ, કદાચ એમ વિચારતી હશે કે પ્પાએ પણ આવું રંગબેરંગી – ચિત્ર ક્યારેય નહી જોયું હોય.

“મેધધનુષ્ય. એને મેધધનુષ્ય કહેવાય.”

“અલગ અલગ રંગો છે પપ્પા.”

“બેટા બધાજ રંગો કંઈક દર્શાવે છે. કંઈક કહે છે. કંઈક શીખડાવે છે.”

“એટલે?”

પપ્પા ટપુને ખોળામા બેસાડે છે અને બારીની બહાર આંગળી ચીંધીને સમજાવવા લાગે છે.

“જાંબલી – જીવનમા ચતુરાઈ તેમજ વિવેકવિચાર શીખાવશે આ રંગ.”

“નારંગી – હંમેશા કંઈક નવું શીખવાની આતુરતા રાખજે. નારંગી રંગ તને ઉત્સાહ અને હોંશ આપશે.”

“વાદળી – આ રંગ તારા જીવનમા વિશ્વાસ અને દ્રઢ મનોબળ લાવશે. “

“લીલો – બેટા આ રંગ વાતાવરણ માટે છે. જો દુર એક ઝાડ છે. તેનો રંગ પણ લીલો છે. જોયું? દર વર્ષે એક નવો છોડ વાવજે.”

“પીળો – આ રંગ આશાવાદી છે. તે ખુશી તેમજ ધર્મનું પ્રતીક છે. તો ક્યારેક આ રંગ માંદગી પણ સુચવે છે.”

“લાલ – આ ભભકતો રંગ ક્યારેક પ્રેમ, ઝડપ, શક્તિ તો ક્યારેક ભયજનક સ્થિતી દર્શાવે છે”

“સફેદ – શાંતિનું પ્રતીક. આપણી સંસ્કૃતિમા કોઈના મરણનું શોક જ્યારે અમેરિકા જેવા દેશોમા લગનમા પહેરે”

“કાળો – બેટા આ રંગ બહુ ઓછાને ગમતો હોય છે. તે ડર, ઉદાસી તેમજ અંધકાર સુચવે છે.”

તો આ હતા મેધધનુષ્ય ના વિવિધ રંગો. બોલ ટપુ, તને કયો રંગ ગમે છે?”

“લાલ. મારુ બુસકોટ લાલ એટલે મને લાલ રંગ ગમે”

“અરે વાહ”

“તમને કયો રંગ ગમે પપ્પા?”

“કાળો”

“પણ પપ્પા કાળો રંગ તો મેધધનુષ્યમા છે જ નહી.”

ટપુના પપ્પા અંધ  હોવાથી કઈ જવાબ નથી આપી શકતા અને કદાચ કાળો રંગ જ તેમના માટે મેનુષ્ય હશે.

p.s 1 – I had to explain the meaning of WHITE color with GRAY as the background of this blog is white.

p.s 2 – I had to explain the meaning of colors so that character TAPU can easily understand. But here’s the source.

Advertisements
The Rainbow – મેધધનુષ્ય

10 thoughts on “The Rainbow – મેધધનુષ્ય

  1. કુણાલ ભાઇ પેહલા તમને મારા તરફ ખુબ ખુબ અભિનંદન મને તમારો આ લેખ ખુબ જ ગમી ગયો
    સ્પટ બધા રંગ ની definetion આપેલ છે. ઉપર થી રંગબેરંગી કલર નો પણ ઉપયો કરિયો છે.
    તમે એક સુદર મેધધનુષ્ય નુ પિચર મુકી ખુબ જ બધા ને ગમઃછે,

  2. બહુ જ સરસ લઘુકથા. બહુ જ ગમી.

    જ્યારે સંગ્રહ બહાર પાડો ત્યારે આ લાઈન બાબત કશું વિચારજો
    ટપુના પપ્પા અંધ હોવાથી કઈ જવાબ નથી આપી શકતા અને કદાચ કાળો રંગ જ તેમના માટે મેધધનુષ્ય હશે

    ટપુના પપ્પા અંધ હોવાની વાત સીધેસીધી ન કહેતા અન્ય કોઈ રીતે કહેવાય તો વાર્તા વધારે બળુકી થશે

    અમને અમરેલીના મિત્રો આવી બાબતમાં ધ્યાન દોરતા કે: છેલ્લે બધું કહી દેવા કરતા વાચકો પર છોડી દેવું.
    એક પ્રસિદ્ધા ગુજરાતી સામયિકના સંપાદકે છેલ્લી લાઈન ન રાખવાની શરતે અમારી વાર્તા સ્વીકારેલી.

    અમે મિત્ર તરીકે માત્ર મત પ્રગટ કર્યો છે.

    તમારું લખાણ ગમે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s