Happy Father’s Day – હેપ્પી ફાધર્સ ડે

તેજસને વિશ્વાસ નહતો આવતો કે ફાધર્સ ડે ના દિવસે તે તેના પિતાને ઘરડા ઘર મુકવા આવ્યો છે. જીવને કેવા સંજોગો સર્જ્યા કે
આવી પરિસ્થિતિ ઉભી થઈ?

તેજસ વૃધ્ધાશ્રમથી થોડી આગળ રસ્તા પર પાર્ક કરે છે અને તેના પપ્પાની સામે જુએ છે. બંન્નેની ભીની આંખોમા કોઈજ પ્રકારની સ્પષ્ટતા નહતી.

હતી, તો ફકત મજબુરી .

“પપ્પા તમે થોડી વાર બેસો. હુ અંદર પુછપરછ કરીને આવું છુ”

સામેથી કોઈજ પ્રતિભાવ નથી આવતો. તેજસ ગાડીનો દરવાજો બંધ કરીને ઘરડા ઘર તરફ પ્રયાણ કરે છે. ઘરડા ઘર નો તે રસ્તો તેને સંસ્કૃતના ત્રણ શબ્દોનો બળાત્કાર અને પછી ખુન કરાવશે – પિતૃ દેવો ભવઃ

“લે બેટા તુ આવી ગયો?”

એક વ્રુધ્ધ ડોસો, જે ઘરડા ઘરની બહારના બસ સ્ટેશને ઉભો હતો, તેણે તેજસને હસતા હ્સતા કહ્યું.

“માફ કરજો વડીલ. કદાચ તમે મને ઓળખવામા ભુલ કરી છે.”

“અરે હા. તારા જેવોજ મારો દિકરો છે. ખરેખર ઓળખવામા ભુલ કરી.”

તેજસનો મુડ પહેલેથી ઓફ હતો. તેણે વ્રુધ્ધની વાત પર ધ્યાન ન આપતા આગળ ચાલવા મંડ્યો. એટલા મા જ ડોસો તેનો હાથ પકડી લે છે. તેજસ એક ક્ષણ માટે ચોંકી જાય છે.

ડોસો પોતાના ખીસા માથી કેટબરી કાઢી તેજસને આપતા કહે છે “બેટા, દર રવિવારે એક પાંચ રૂપિયાની ચોકલેટ લઈને આ બસ સ્ટેશને મારા દિકરાની રાહ જોઉ છુ. વરસો વીતી ગયા પણ હજી સુધી ન આવ્યો. મને મુકીને ગયો એ ગયો….”

“વડીલ. પ્લીઝ. હુ સમજુ છું પણ મને થોડુ કામ છે. મારે જવું પડ્શે.”

“બેટા, જતો રહેજે. બસ આ ચોકલેટ લઈ લે. હુ એમ સમજીસ કે આજે મારી વરસોની વાટ નો અંત આવ્યો.”

તેજસ કંઈ બોલ્યા વગર કેટબરી પોતાના કોર્ટના ખીસામા મુકીને જતો રહે છે.

વૃધ્ધાશ્રમ ની અંદર, તેજસ જ્યારે પુછ્પરછ કરતો હોય છે ત્યારે રીસેપ્શનની પાછળના થોડા ફોટાઓ મા એક ડોસાને જુએ છે.

તેજસે કારકુનને પુછ્તા કહ્યુ કે “આ વ્રુધ્ધ તો બહાર બસ સ્ટેશને ઉભા છે તો કેમ આ ફોટો?”

“શુ વાત કરો છો સાહેબ? આમને તો ગુજરી ગયાને ત્રણ વરસ થઈ ગયા” કારકુને કહ્યું.

તેજસના રુવાંટા ઉભા થઈ ગયા.

તે દોડતો બહાર આવીને જુએ છે પણ બસ સ્ટેશને કોઈ નથી હોતું. પોતાના કોર્ટના ખીસામા હાથ નાખે છે તો કેટબરી પણ નથી હોતી.

ધીમે ધીમે તેજસ પોતાની ગાડી તરફ જાય છે. દરવાજો બંધ કરીને ગાડી ઘર તરફ વાળે છે. પછીના લાલ સિગ્નલ પર જ્યારે ગાડી ઉભી રહી ત્યારે તેજસ તેના પિતાને ભેટીને ત્રણ અંગ્રેજી શબ્દો કહ્યા –

હેપ્પી ફાધર્સ ડે….

p.s – This is a true incident my father told to me except that the old man was alive. During 80s, when my father was waiting for bus, he met an old man, who shared his emotions with Cadbury. So far, his son never returned to visit him. I would like to dedicate this piece of micro fiction to that old man.

Advertisements
Happy Father’s Day – હેપ્પી ફાધર્સ ડે

8 thoughts on “Happy Father’s Day – હેપ્પી ફાધર્સ ડે

 1. you publish a short story nearly daily, and I am unable to read them 😦
  There used to be a time when I would read Gujarati without any problem, but these days it is impossible to read it without getting headaches.

  Why don’t you publish translated versions too?

 2. સુંદર લઘુકથાઓ!
  એક નાનું સૂચન કરું? ToEFLમાં અંગ્રેજી માટે શિખવે છે ને? તેવું જ ગુજરાતીમાં રાખી ફરીથી લખી કાઢશો તો આ કથાઓ ગુજરાતીની શ્રેષ્ઠ લઘુકથાઓમાં ગણી શકાય તેવી લખાયેલી છે.
  સાંગોપાંગ આખી કથા એક જ કાળમાં લખી કાઢો.

  આ જ કથામાં સરખાવો:
  “આવી પરિસ્થિતિ ઉભી થઈ?” વિરુદ્ધ
  “ત્યારે તેજસ તેના પિતાને ભેટીને ત્રણ અંગ્રેજી શબ્દો કહે છે”.

  આટલી સરસ પ્રતિભાને માત્ર વ્યાકરણના એક જ દોષને કારણે ઝંખવાવા ન દેશો!

 3. કૃણાલ,
  મોડા પડવા બદલ માફ કરશો. જો કે તમને ભૂલી તો નથી ગયો.
  આ લઘુકથા ગમી ગઈ.
  તમારા જેવા મિત્રો લખતા રહેશે તો અમે પણ બ્લોગલેખનને વળગી રહેશું.

 4. Ankita says:

  Tamari badhi j naval kathao vakhanva layak 6, tame kharekhar sars vichar dharavo 6o, tamara haji vadhu vicharo vanchva gamse.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s